Jay sadguru Swāmī, (Prabhu) jay sadguru Swāmī,
Sahajānand dayāḷu, baḷvant bahunāmī… jay 1
Charaṇsaroj tamārā, vandu kar joḍī,
Charaṇe chitta dharyāthī, dukh nākhyā toḍī… jay 2
Nārāyaṇ sukhdātā, dvijkuḷ tanudhārī,
Pāmar patit uddhāryā, aganit narnārī… jay 3
Nitya nitya nautam līlā, kartā Avināshī,
Aḍsath tīrath charaṇe, koṭi Gayā Kāshi… jay 4
Purushottam pragaṭnu, je darshan karshe,
Kāḷ karmathī chhuṭi, kuṭumb sahit tarshe… jay 5
Ā avasar karuṇānidhi, karuṇā bahu kīdhī,
Muktānand kahe mukti, sugam karī sīdhī… jay 6
જય સદ્ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળું, બળવંત બહુનામી… જય꠶
ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,
ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી… જય꠶
નારાયણ સુખદાતા, દ્વિજકુળ તનુધારી,
પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી… જય꠶
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,
અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી… જય꠶
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,
કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે… જય꠶
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી… જય꠶
Comments are closed.
Jay shree swaminarayan
Jay Swaminarayan 🙏
WOW