Jay Sadguru Swami, Prabhu Jay Sadguru Swami;
Sahajanand Dayalu (2) Balavant Bahunāmi…Jay 1
Charan Saroj Tamārā, Vandu Kar Jodi (2);
Charane Shish Dharyathi (2) Dukh Nakhya Todi..Jay-2
Narayan Narabhrätä, Dwijkul Tanu Dhāri (2);
Pamar Patit Uddhäryä (2), Aganit Naranāri… Jay -3
Nitya Nitya Nautam Lilä, Karata Avinashi (2);
Adasath Tirath Charane (2), Koti Gaya Kashi… Jay -4
Purushottam Pragatnu, Je Darshan Karashe (2);
Kal Karamathỉ Chhuti (2), Kutumb Sahit Tarashe.. Jay-5
A Avasar Karunanidhi, Karunā Bahu Kidhi (2);
Muktänand Kahe Mukti (2), Sugam Kari Siddhi… Jay -6
જય સદ્ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળુ (૨) બળવંત બહુનામી.. જય૦ ॥૧॥
ચરણસરોજ તમારા, વંદુ કરજોડી (૨)
ચરણે શિશ ધર્યાથી (૨) દુઃખ નાખ્યા તોડી.. જય૦ ॥૨॥
નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી (૨)
પામર પતિત ઉદ્ધાર્યા (૨) અગણિત નરનારી.. જય૦ ॥૩॥
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી (૨)
અડસઠ તીરથ ચરણે (૨) કોટિ ગયા કાશી.. જય૦ ॥૪॥
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે (૨)
કાળ કર્મથી છૂટી (૨) કુટુંબ સહિત તરશે.. જય૦ ॥૫॥
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી (૨)
મુક્તાનંદ કહે મુક્તિ (૨) સુગમ કરી સિધી.. જય૦ ॥૬॥
Comments are closed.
Jay shree swaminarayan
Jay Swaminarayan 🙏
WOW