Pad – 1
Rāga : garabī Pada – 1
Have mārā vā’lāne nahi re visāruṁ re,
s̀vāsa ucchavāse te nitya saṁbhāruṁ re…..॥1॥
paḍayuṁ māre sahajānaṅdajī s̀uṁ pānuṁ re,
have huṁ to kema karī rākhīs̀a chānuṁ re…..॥2॥
āvyuṁ māre harivara varavānuṁ ṭāṇuṁ re,
e vara nahi maḷe kharace nāṇuṁ re…..॥3॥
e vara bhāgya vinā nava bhāve re,
e sneha lagna vinā nava āve re…..॥4॥
durijana mana re, māne tema kahejo re,
svāmī mārāṁ hṛdayanī bhītara rahejo re…..॥5॥
have huṁ to pūraṇa padavīne pāmī re,
maḷyā mane niṣkuḷānaṅdanā svāmī re…..॥6॥
Pada – 2
have mārā vahālānāṁ dars̀ana sāruṅ,
harijana āve hajāre hajāruṅ…..॥1॥
ḍholiye birāje sahajānaṅda svāmī,
pūraṇa puruṣottama aṅtarajāmī…..॥2॥
sabhā madhye beṭhā munināṁ vṛṅda;
temāṁ s̀obhe tāre vīṭyo jema caṅda…..॥3॥
duragapura khela racyo ati bhārī,
bheḷā rame sādhu ane brahmacārī…..॥4॥
tāḷī pāḍe upaḍatī ati sārī,
dhūna thāya couda loka thakī nyārī…..॥5॥
pāghalaḍīmāṁ chogaliyuṁ ati s̀obhe,
joī joī harijananāṁ mana lobhe…..॥6॥
padhāryā vahālo sarve te sukhanā rās̀i,
sahajānaṅda akṣaradhāmanā vāsī…..॥7॥
bhāṅgī mārī janmojanmanī khāmī,
maḷyā mane niṣkuḷānaṅdanā svāmī…..॥8॥
પદ – ૧
હવે મારા વા’લાને નહિ રે વિસારું રે,
શ્વાસ ઉચ્છવાસે તે નિત્ય સંભારું રે ॥૧॥
પડયું મારે સહજાનંદજી શું પાનું રે,
હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે ॥૨॥
આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે,
એ વર નહિ મળે ખરચે નાણું રે ॥૩॥
એ વર ભાગ્ય વિના નવ ભાવે રે,
એ સ્નેહ લગ્ન વિના નવ આવે રે ॥૪॥
દુરિજન મન રે, માને તેમ કહેજો રે,
સ્વામી મારાં હૃદયની ભીતર રહેજો રે ॥૫॥
હવે હું તો પૂરણ પદવીને પામી રે,
મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી રે ॥૬॥
પદ – ૨
હવે મારા વહાલાનાં દર્શન સારું,
હરિજન આવે હજારે હજારું ॥૧॥
ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી,
પૂરણ પુરુષોત્તમ અંતરજામી ॥૨॥
સભા મધ્યે બેઠા મુનિનાં વૃંદ;
તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ ॥૩॥
દુરગપુર ખેલ રચ્યો અતિ ભારી,
ભેળા રમે સાધુ અને બ્રહ્મચારી ॥૪॥
તાળી પાડે ઉપડતી અતિ સારી,
ધૂન થાય ચૌદ લોક થકી ન્યારી ॥૫॥
પાઘલડીમાં છોગલિયું અતિ શોભે,
જોઈ જોઈ હરિજનનાં મન લોભે ॥૬॥
પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશિ,
સહજાનંદ અક્ષરધામના વાસી ॥૭॥
ભાંગી મારી જન્મોજન્મની ખામી,
મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી ॥૮॥