Ora aavo shyam

Ora aavo shyam

Ora Aavo Shyam Lyrics in English

Orā āvo s̀yāma snehī, suṅdaravara jouṁ vahālā;
jatana karīne jīvana mārā, jīvamāṁhī prou vahālā…॥1॥
cihna anupama aṅgoaṅganāṅ, surate saṁbhāruṁ vahālā;
nakhas̀ikha nīrakhī noutama mārāṅ, uramāṁ utāruṁ vahālā…॥2॥
aruṇakamaḷasama jugala caraṇanī, s̀obhā ati sārī vahālā,
ciṅtavana karavā ātura ati, manavṛtti mārī vahālā…॥3॥
prathama te ciṅtavana karuṅ, suṅdara soḷe cihna vahālā,
urdhvarekhā opī rahī, atis̀e navīna vahālā…॥4॥
aṅgūṭhā āṅgaḷī vaccethī, nīsarīne āvī vahālā;
pānīnī be kore jotāṁ, bhaktane mana bhāvī vahālā…॥5॥
jugalacaraṇamāṁ kahuṁ manohara, cihna tenāṁ nāma vahālā;
s̀uddha mane karī saṁbhāratāṅ, nās̀a pāme kāma vahālā…॥6॥
aṣṭakoṇane urdhvarekhā, svastika jāṁbu java vahālā;
vajra aṅkus̀a ketu padma, jamaṇe page nava vahālā…॥7॥
trikoṇa kaḷas̀ane gopada suṅdara, dhanuṣa ne mīna vahālā;
ardhacaṅdrane vyoma sāta, che ḍābe page cihna vahālā…॥8॥
jamaṇā paganā aṅgūṭhānā, nakhamāṁhī cihna vahālā;
te to nīrakhe je koī bhakta; prītie pravīṇa vahālā…॥9॥
e ja aṅgūṭhānī pāse, tila eka noutama dhāruṁ vahālā;
premānaṅda kahe nīrakhuṁ prīte, prāṇa laī vāruṁ vahālā…॥10॥


Ora Aavo Shyam Lyrics in Gujarati

રાગ : ધોળ

ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વહાલા;
જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉ વહાલા…॥૧॥
ચિહ્ન અનુપમ અંગોઅંગનાં, સુરતે સંભારું વહાલા;
નખશિખ નીરખી નૌતમ મારાં, ઉરમાં ઉતારું વહાલા…॥૨॥
અરુણકમળસમ જુગલ ચરણની, શોભા અતિ સારી વહાલા,
ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વહાલા…॥૩॥
પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વહાલા,
ઉર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વહાલા…॥૪॥
અંગૂઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વહાલા;
પાનીની બે કોરે જોતાં ભક્તને મન ભાવી વહાલા…॥૫॥
જુગલચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વહાલા;
શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વહાલા…॥૬॥
અષ્ટકોણને ઉર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વહાલા;
વજ્ર અંકુશ કેતુ પદ્મ, જમણે પગે નવ વહાલા…॥૭॥
ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ ને મીન વહાલા;
અર્ધચંદ્રને વ્યોમ સાત, છે ડાબે પગે ચિહ્ન વહાલા…॥૮॥
જમણા પગના અંગૂઠાના, નખમાંહી ચિહ્ન વહાલા;
તે તો નીરખે જે કોઈ ભક્ત; પ્રીતિએ પ્રવીણ વહાલા…॥૯॥
એ જ અંગૂઠાની પાસે, તિલ એક નૌતમ ધારું વહાલા;
પ્રેમાનંદ કહે નીરખું પ્રીતે, પ્રાણ લઈ વારું વહાલા…॥૧૦॥

More Audios