Ora aavo shyam
Ora aavo shyam

Ora Aavo Shyam Lyrics in English

Orā āvo Shyām sanehī, sundar var jou vhālā;

Jatan karīne jīvan mārā, jīvamāhī prou vhālā. 1

Chihna anupam ango-angnā, sūrate sambhāru vhālā;

Nakhshikh nīrkhī nautam mārā, urmā utāru vhālā. 2

Aruṇ kamaḷsam jugal charaṇnī, shobhā ati sārī vhālā;

Chintvan karvā ātur ati, man vrutti mārī vhālā. 3

Pratham te chintvan karu, sundar soḷe chihna vhālā;

Ūrdhvarekhā opī rahī, atishe navīn vhālā. 4

Angūṭhā āngaḷī vachchethī, nīsarīne āvī vhālā;

Pānīnī be kore jotā, bhaktane man bhāvī vhālā. 5

Jugal charaṇmā kahu manohar, chihna tenā nām vhālā;

Shuddh mane karī sambhārtā, nāsh pāme kām vhālā. 6

Aṣhtakoṇ ne ūrdhvarekhā, swastik jambu jav vhālā;

Vajra, ankush, ketu ne padma, jamṇe page nav vhālā. 7

Trikoṇ, kaḷash ne gopad sundar, dhanush ne mīn vhālā;

Ardhachandra ne vyom sāt chhe, ḍābe page chihna vhālā. 8

Jamṇā pagnā angūṭhānā nakhmāhī chihna vhālā;

Te to nīrkhe je koī bhakta, prītie pravīṇ vhālā. 9

E ja angūṭhāne bā’re til ek nautam dhāru vhālā;

Premānand kahe nīrkhu prīte, prāṇ laī vāru vhālā. 10


Ora Aavo Shyam Lyrics in Gujarati

ઓરા આવો શ્યામ સનેહી, સુંદર વર જોઉં વ્હાલા;

જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વ્હાલા… ૧

ચિહ્ન અનુપમ અંગોઅંગનાં, સૂરતે સંભારું વ્હાલા;

નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારું વ્હાલા… ૨

અરુણ કમળસમ જુગલ ચરણની, શોભા અતિ સારી વ્હાલા;

ચિંતવન કરવા આતુર અતિ, મન વૃત્તિ મારી વ્હાલા… ૩

પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વ્હાલા;

ઊર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા… ૪

અંગૂઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા;

પાનીની બે કોરે જોતાં, ભક્તને મન ભાવી વ્હાલા… ૫

જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા;

શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા… ૬

અષ્ટકોણ ને ઊર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા;

વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવ વ્હાલા… ૭

ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ ને મીન વ્હાલા;

અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા… ૮

જમણા પગના અંગૂઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા;

તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા… ૯

એ જ અંગૂઠાની પાસે, તિલ એક નૌતમ ધારું વ્હાલા;

પ્રેમાનંદ કહે નીરખું પ્રીતે, પ્રાણ લઈ વારું વ્હાલા… ૧૦

More Swaminarayan Kirtans

Card image cap
Aaj anokhi sundaratai
509 1
Card image cap
Aarti
1798 1
Card image cap
Aavat latak lal
590 1
Card image cap
Akhiyoo mae
624 1
Card image cap
Bhagwan Swaminarayan Mobile Wallpaper
1593 28
Card image cap
Bhagwan Swaminarayan wallpaper
1725 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *