Pad – 1
Vandu Sahajānand rasrūp, anupam sārne re lol;
Jene bhajtā chhuṭe fand, kare bhav pārne re lol… 1
Samaru pragaṭ rūp Sukhdhām, anupam nāmne re lol;
Jene bhav Brahmādik dev, bhaje tajī kāmne re lol… 2
Je Hari Aksharbrahma ādhār, pār koī nav lahe re lol;
Jene shesh sahasramukh gāy, nigam neti kahe re lol… 3
Varṇavu sundar rūp anup, jugal charaṇe namī re lol;
Nakhshikh Premsakhīnā Nāth, raho urmā ramī re lol… 4
Pad – 2
Āvo mārā Mohan mīṭhḍā lāl, ke jou tārī mūrti re lol;
Jatan karī rākhu rasiyā rāj, visāru nahi urthī re lol… 1
Man māru mohyu Mohanlāl, pāghalḍīnī bhātmā re lol;
Āvo orā chhogalā khosu chhel, khāntilā jou khāntmā re lol… 2
Vahālā tāru jhaḷke sundar bhāl, tilak rūḍā karyā re lol;
Vahālā tārā vām karaṇmā til, tene manḍā haryā re lol… 3
Vahālā tārī bhrakuṭine bāṇe Shyām, kāḷaj mārā koriyā re lol;
Neṇe tāre Premsakhīnā Nāth, ke chitt mārā choriyā re lol… 4
Pad – 3
Vahālā mune vash kīdhī Ghanshyām, vā’lap tārā vā’lmā re lol;
Man māru talkhe jovā kāj, ṭībakḍī chhe gālmā re lol… 1
Vahālā tārī nāsikā namaṇī Nāth, adharbimb lāl chhe re lol;
Chhelā mārā prāṇ karu kurbān, joyā jevī chāl chhe re lol… 2
Vahālā tārā dant dāḍamnā bīj, chaturāī chāvtā re lol;
Vahālā mārā prāṇ haro chho Nāth, mīṭhu mīṭhu gāvtā re lol… 3
Vahālā tāre hasve harāṇu chitt, bīju have nav game re lol;
Man māru Premsakhīnā Nāth, ke tam keḍe bhame re lol… 4
Pad – 4
Rasiyā joī rūpāḷī koṭ, rūḍī rekhāvaḷī re lol;
Vahālā māru manḍu maḷvā chahāy ke jāy chittaḍu chaḷī re lol… 1
Vahālā tārī jamṇī bhujāne pās, rūḍā til chār chhe re lol;
Vahālā tārā kanṭh vachche til ek, anupam sār chhe re lol… 2
Vahālā tārā urmā viṇguṇ hār, joī neṇā ṭhare re lol;
Vahālā te to jāṇe premī jan, joī nitya dhyān dhare re lol… 3
Rasiyā joī tamāru rūp, rasik jan ghelḍā re lol;
Āvo vahālā Premsakhīnā Nāth, Sundarvar Chhelḍā re lol… 4
Pad – 5
Vahālā tārī bhujā jugal Jagdīsh, joīne jāu vārṇe re lol;
Karnā laṭkā kartā lāl, āvone māre bārṇe re lol… 1
Vahālā tārī āngaḷiyunī rekhā, nakhmaṇi joīne re lol;
Vahālā mārā chittmā rākhu chorī, kahu nahi koīne re lol… 2
Vahālā tārā urmā anupam chhāp, jovāne jīva ākḷo re lol;
Vahālā mārā haiḍe harakh na māy, jāṇu je hamṇā maḷo re lol… 3
Vahālā tāru udar ati rasrūp, shītaḷ sadā Nāthjī re lol;
Āvo orā Premsakhīnā prāṇ, maḷu bharī bāthjī re lol… 4
Pad – 6
Vahālā tārī mūrti ati rasrūp, rasik joīne jīve re lol;
Vahālā e rasnā chākhaṇhār, chhāsh te nav pīve re lol… 1
Vahālā māre sukh sampat tame Shyām, Mohan man bhāvtā re lol;
Āvo māre mandir Jīvanprāṇ, hasīne bolāvtā re lol… 2
Vahālā tāru rūp anupam gaur, mūrti manmā game re lol;
Vahālā tāru joban jovā kāj, ke chitt charaṇe name re lol… 3
Āvo mārā rasiyā rājīvneṇ, maram karī boltā re lol;
Āvo vahālā Premsakhīnā seṇ, mandir māre doltā re lol… 4
Pad – 7
Vahālā tāru rūp anupam Nāth, udar shobhā ghaṇī re lol;
Trivaḷī jou sundar chhel, āvone orā am bhaṇī re lol… 1
Vahālā tārī nābhī nautam rūp, ūnḍī ati goḷ chhe re lol;
Kaṭilank joīne Sahajānand, ke man rangchoḷ chhe re lol… 2
Vahālā tārī jangha jugalnī shobhā, manmā joī rahu re lol;
Vahālā nit nīrkhu pinḍī ne pānī, koīne nav kahu re lol… 3
Vahālā tārā charaṇkamaḷnu dhyān, dharū ati hetmā re lol;
Āvo vahālā Premsakhīnā Nāth, rākhu mārā chittmā re lol… 4
Pad – 8
Vahālā tārā jugal charaṇ rasrūp, vakhāṇu vahālmā re lol;
Vahālā ati komaḷ arūṇ rasāḷ, chore chitt chālmā re lol… 1
Vahālā tāre jamṇe angūṭhe til, ke nakhmā chihna chhe re lol;
Vahālā chhelī āngaḷīe til ek, jovāne man dīn chhe re lol… 2
Vahālā tārā nakhnī aruṇtā joīne, shashīkaḷā kshīṇ chhe re lol;
Vahālā raschor chakor je bhakta, jovāne praviṇ chhe re lol… 3
Vahālā tārī ūrdhvarekhāmā chitt, raho karī vāsne re lol;
Māge Premsakhī kar joḍī, dejo dān dāsne re lol… 4
પદ – ૧
વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;
જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ… ꠶ ૧
સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;
જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ… ꠶ ૨
જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ;
જેને શેષ સહસ્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ… ꠶ ૩
વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;
નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ… ꠶ ૪
પદ – ૨
આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂરતિ રે લોલ;
જતન કરી રાખું રસિયા રાજ, વિસારું નહિ ઉરથી રે લોલ… ꠶ ૧
મન મારું મોહ્યું મોહનલાલ, પાઘલડીની ભાતમાં રે લોલ;
આવો ઓરા છોગલાં ખોસું છેલ, ખાંતિલા જોઉં ખાંતમાં રે લોલ… ꠶ ૨
વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડાં કર્યાં રે લોલ;
વહાલા તારા વામ કરણમાં તિલ, તેણે મનડાં હર્યાં રે લોલ… ꠶ ૩
વહાલા તારી ભૃકુટિને બાણે શ્યામ, કાળજ મારાં કોરિયાં રે લોલ;
નેણે તારે પ્રેમસખીના નાથ, કે ચિત્ત મારાં ચોરિયાં રે લોલ… ꠶ ૪
પદ – ૩
વહાલા મુને વશ કીધી ઘનશ્યામ, વા’લપ તારા વા’લમાં રે લોલ;
મન મારું તલખે જોવા કાજ, ટીબકડી છે ગાલમાં રે લોલ… ꠶ ૧
વહાલા તારી નાસિકા નમણી નાથ, અધરબિંબ લાલ છે રે લોલ;
છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ… ꠶ ૨
વહાલા તારા દંત દાડમના બીજ, ચતુરાઈ ચાવતા રે લોલ;
વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ… ꠶ ૩
વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ;
મન મારું પ્રેમસખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ… ꠶ ૪
પદ – ૪
રસિયા જોઈ રૂપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ;
વહાલા મારું મનડું મળવા ચ્હાય, કે જાય ચિત્તડું ચળી રે લોલ… ꠶ ૧
વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડાં તિલ ચાર છે રે લોલ;
વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક, અનુપમ સાર છે રે લોલ… ꠶ ૨
વહાલા તારા ઉરમાં વિણગુણ હાર, જોઈ નેણાં ઠરે રે લોલ;
વહાલા તે તો જાણે પ્રેમીજન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ… ꠶ ૩
રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદરવર છેલડા રે લોલ… ꠶ ૪
પદ – ૫
વહાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લોલ;
કરનાં લટકાં કરતા લાલ, આવોને મારે બારણે રે લોલ… ꠶ ૧
વહાલા તારી આંગળિયુંની રેખા, નખમણિ જોઈને રે લોલ;
વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઈને રે લોલ… ꠶ ૨
વહાલા તારા ઉરમાં અનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ;
વહાલા મારા હૈડે હરખ ન માય, જાણું જે હમણાં મળો રે લોલ… ꠶ ૩
વહાલા તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ;
આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળું ભરી બાથજી રે લોલ… ꠶ ૪
પદ – ૬ (૧-૧૯૦)
વહાલા તારી મૂરતિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ;
વહાલા એ રસના ચાખણહાર, કે છાશ તે નવ પીવે રે લોલ… ꠶ ૧
વહાલા મારે સુખસંપત તમે શ્યામ, મોહન મન ભાવતા રે લોલ;
આવો મારે મંદિર જીવનપ્રાણ, હસીને બોલાવતા રે લોલ… ꠶ ૨
વહાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂરતિ મનમાં ગમે રે લોલ;
વહાલા તારું જોબન જોવા કાજ, કે ચિત્ત ચરણે નમે રે લોલ… ꠶ ૩
આવો મારા રસિયા રાજીવનેણ, મરમ કરી બોલતા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના સેણ, મંદિર મારે ડોલતા રે લોલ… ꠶ ૪
પદ – ૭ (૧-૧૯૧)
વહાલા તારું રૂપ અનુપમ નાથ, ઉદર શોભા ઘણી રે લોલ;
ત્રિવળી જોઉં સુંદર છેલ, આવોને ઓરા અમ ભણી રે લોલ… ꠶ ૧
વહાલા તારી નાભિ નૌતમ રૂપ, ઊંડી અતિ ગોળ છે રે લોલ;
કટિલંક જોઈને સહજાનંદ, કે મન રંગચોળ છે રે લોલ… ꠶ ૨
વહાલા તારી જંઘા જુગલની શોભા, મનમાં જોઈ રહું રે લોલ;
વહાલા નિત નીરખું પિંડી ને પાની, કોઈને નવ કહું રે લોલ… ꠶ ૩
વહાલા તારા ચરણકમળનું ધ્યાન, ધરું અતિ હેતમાં રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ, રાખું મારા ચિત્તમાં રે લોલ… ꠶ ૪
પદ – ૮ (૧-૧૯૨)
વહાલા તારા જુગલ ચરણ રસરૂપ, વખાણું વહાલમાં રે લોલ;
વહાલા અતિ કોમળ અરુણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં રે લોલ… ꠶ ૧
વહાલા તારે જમણે અંગૂઠે તિલ, કે નખમાં ચિહ્ન છે રે લોલ;
વહાલા છેલી આંગળીએ તિલ એક, જોવાને મન દીન છે રે લોલ… ꠶ ૨
વહાલા તારા નખની અરુણતા જોઈ, શશીકળા ક્ષીણ છે રે લોલ;
વહાલા રસચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવીણ છે રે લોલ… ꠶ ૩
વહાલા તારી ઊર્ધ્વરેખામાં ચિત્ત, રહો કરી વાસને રે લોલ;
માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ… ꠶ ૪મૃત ગઢડા મધ્ય ૪૮)